મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે સર્જાયેલી ગેસ કટોકટીને પગલે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે.
ગેસની સપ્લાય અછત દૂર કરવા અને કાળાબજારી રોકવા માટે નવા નિયમો લાગુ કરાયા છે.
સરકાર દેશભરમાં 'એક ઘર, એક ગેસ કનેક્શન'ની નીતિ પર ખાસ ભાર આપી રહી છે.
નવા નિયમ મુજબ, ઘરમાં PNG કનેક્શન લીધાના 30 દિવસમાં LPG કનેક્શન સરન્ડર કરવું ફરજિયાત છે.
જો ગ્રાહક 30 દિવસની સમયમર્યાદામાં એલપીજી સિલિન્ડર પરત નહીં કરે તો ગેસ સપ્લાય બંધ થઈ શકે છે.
બચેલા એલપીજી સિલિન્ડરોને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારો તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
એલપીજી સરન્ડર કરવા પર ટ્રાન્સફર વાઉચર મળશે, જેથી ભવિષ્યમાં ફરી નવું કનેક્શન સરળતાથી મળી શકે.