તમારી Body ને કરો કુદરતી રીતે ડિટોક્સ
Lemon, Ginger & Honey Water
ગરમ પાણીમાં લીંબુ, આદુ અને મધ ઉમેરો. પાચન સુધારે અને તમને દિવસભર તાજગી આપે છે.
Cucumber, Mint & Lime Water
કાકડી, ફુદીનો અને લીંબુ સાથે બનેલું ઠંડુ પીણું ઉનાળામાં કૂલિંગ અસર આપે છે અને શરીર હાઇડ્રેટ રાખે છે.
Apple Cider Vinegar, Honey & Cinnamon Water
ગરમ પાણીમાં 1 ચમચી એપલ સીડર વિનેગર, થોડી મધ અને ચપટી તજ ભેળવો. આ પીણું ચયાપચય વધારશે, બ્લડ શુગર નિયંત્રિત કરશે અને ડિટોક્સમાં મદદ કરશે.
શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારા શરીરમાંથી બધા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.
જ્યારે પણ શરીરને ડિટોક્સિફાય કરવાની વાત આવે છે, ત્યારે લોકો ડિટોક્સ ડ્રિંક્સ પીવામાં માને છે.
પરંતુ તમારે એ પણ સમજવું પડશે કે ડિટોક્સનો અર્થ મોંઘા પાવડર, ટ્રેન્ડી જ્યુસનો ઉપયોગ કે મુશ્કેલ જીવનશૈલી અપનાવવાનો નથી.
તમારા શરીરને ડિટોક્સિફાય કરનારા ઘટકો તમારા રસોડામાં પણ હાજર છે, જેની મદદથી તમે સરળતાથી ડિટોક્સ ડ્રિંક્સ બનાવી શકો છો.