શું તમે જાણો છો ક્રિકેટની રમતમાં Mankading નો અર્થ?
Mankading નો અર્થ – જ્યારે નોન-સ્ટ્રાઈકર બોલ ફેંકતા પહેલા ક્રીઝ છોડી દે અને બોલર સ્ટમ્પ ઉડાડી દે, તો તેને આઉટ આપવામાં આવે છે
નામનો ઉદ્ભવ – 1947ની ભારત-ઓસ્ટ્રેલિયા સિડની ટેસ્ટમાં વીનુ માંકડે બિલ બ્રાઉનને રન આઉટ કર્યા બાદ આ પ્રકારના આઉટને "Mankading" નામ મળ્યું
પ્રારંભિક વિવાદ – કેટલાકે તેને રમતની ભાવના વિરુદ્ધ ગણાવી, જ્યારે અન્યોએ નિયમો મુજબ યોગ્ય ગણાવ્યું
નિયમમાં ફેરફાર (2022) – ‘Mankading’ને ‘અનફેર પ્લે’ (નિયમ 41)માંથી હટાવીને ‘રન આઉટ’ (નિયમ 38) હેઠળ સામેલ કરાયો
MCC નો અભિપ્રાય – ફેરફારથી નિયમ વધુ સ્પષ્ટ બન્યા અને વિવાદો ઓછા થયા
રમતની ભાવના પર મતભેદ – કેટલાક માને છે કે ચેતવણી વગર આઉટ કરવું ખોટું છે, જ્યારે અન્ય માને છે કે બેટ્સમેનનો લાભ રોકવો યોગ્ય છે
ચર્ચિત કેસો – 1947 વીનુ માંકડ vs બિલ બ્રાઉન, 2014 સચિત્ર સેનાનાયકે vs જોસ બટલર, 2019 રવિચંદ્રન અશ્વિન vs જોસ બટલર, 2022 દીપ્તિ શર્મા vs ચાર્લી ડીન.
હાલની સ્થિતિ – ‘Mankading’ હવે રમતની ભાવના વિરુદ્ધ નથી ગણાતું, પરંતુ સામાન્ય રન આઉટની પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે.