કડી તાલુકાના થોળ નજીક પાંજરાપોળમાં 15 થી 20 ગાયોનું મોત નીપજ્યું છે.

મહેસાણા પાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાયો અહીં રખાતી હતી.

ગાયો માટે પાલિકા દ્વારા પાંજરાપોળમાં પૈસા પણ અપાતા હતા. 

છતાં 15 થી 20 ગાયોનાં મોત થતા અનેક સવાલ ઊભા થયા છે. 

ખાનગી ટ્રસ્ટ જ્યારે પાંજરાપોળ પહોંચ્યુ, ત્યારે મૃત ગાયોને ટ્રેકટરમાં ભરાતી હતી. 

This browser does not support the video element.

ખાનગી ટ્રસ્ટે પોલીસને જાણ કરતા બાવલું પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.

પાંજરાપોળમાં ખોરાકની અછતથી ગાયોનાં મોત થયા હોવાની આશંકા છે. 

પાંજરાપોળની દયનીય સ્થિતિ જોઈને માલધારી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.

ગાયોનાં મોતની યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવા માગ ઊઠી છે. 

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home