મહેસાણાનાં કડીમાં કેનેડા રિટર્ન યુવતીએ આપઘાત કર્યાનો બનાવ બન્યો છે.

25 વર્ષીય નિમિષા પટેલે રંગપુરડા નજીક કેનાલમાં કૂદી જીવન ટુંકાવ્યું છે. 

મૃતક નિમિષા પટેલનો પતિ મયુરકુમાર સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં સ્થાયી થયા છે. 

લગ્ન બાદ નિમિષા પણ કેનેડા ગઈ થઈ હતી અને 3 મહિના પહેલા ભારત આવી હતી. 

3 માસથી પિયરમાં રહેતી નિમિષા પટેલ આજે ઘરેથી ચાલતા નીકળી હતી.  

માનસિક બીમારીથી કંટાળીને નિમિષાએ આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન છે. 

ઘણા સમયથી માનસિક બીમારીની દવા ચાલતી હોવાની પ્રાથમિક માહિતી છે. 

સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home