ઘણી કંપનીઓ વૈભવી સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે જેની કિંમત કરોડોમાં છે, જુઓ યાદી
Falcon Supernova iPhone 6 Pink Diamond: વિશ્વનો સૌથી મોંઘા ફોન છે તેની કિંમત રુ. 402 કરોડ છે. તેમાં 24-કેરેટ સોનું અને પાછળના ભાગે એક વિશાળ 'પિંક ડાયમંડ' છે.
Stuart Hughes iPhone 4 Diamond Rose Edition: આશરે રુ. 66 કરોડની કિંમતનો આ ફોન 500 થી વધુ હીરાથી જડેલો છે. તેનું હોમ બટન જ ખાસ હીરાનું છે.
Goldstriker 3GS Supreme: રુપિયા 32 કરોડની કિંમતના આ ફોનમાં 271 ગ્રામ સોનું અને હોમ બટન પર 7.1 કેરેટનો સિંગલ ડાયમંડ તેને ખાસ બનાવે છે.
Caviar Snowflake (iPhone 16 Pro Max): રુ. 4.87 કરોડ ના આ ફોનમાં 18-કેરેટ વ્હાઇટ ગોલ્ડ અને 570 કિંમતી હીરાનો ઉપયોગ થયો છે.
Diamond Crypto Smartphone: રુ. 10 કરોડની કિંમતનો આ ફોન તેની એન્ક્રિપ્શન ટેકનોલોજી અને 50 કિંમતી હીરા (જેમાં 10 બ્લુ ડાયમંડ છે) માટે જાણીતો છે.
Gresso Luxor Las Vegas Jackpot: રુ, 8 કરોડની કિંમત. આ ફોનમાં 200 વર્ષ જૂના આફ્રિકન વૃક્ષના લાકડા અને કાળા હીરાનો ઉપયોગ થયો છે.
Vertu Signature Cobra: રુ. 2.5 કરોડની કિંમતનો આ લક્ઝરી ફોન તેના પર બનેલી 'કોબ્રા' ડિઝાઇન અને રત્નો માટે પ્રખ્યાત છે.
Caviar Daytona: રુ. 1.63 કરોડની કિંમત. iPhone 16 Pro Max ની પાછળ અસલી રોલેક્સ ડેટોના ઘડિયાળ અને 18K સોનું લગાવેલું છે.
Savelli Jardin Secret: રુ. 98 લાખની કિંમતનો આ સ્માર્ટફોન 395 સફેદ હીરા અને 12 વાદળી નીલમ (Sapphires) થી જડેલો છે. જે ખાસ મહિલાઓ માટે બનાવવામા આવ્યો છે.
Caviar Time Machine: રુ. 88 લાખની કિંમત. આ ફોનમાં ડાયનાસોરના દાંત અને ઉલ્કાના ટુકડા જડવામાં આવ્યા છે.