રાણી લક્ષ્મીબાઈનું નામ ભારતના ઈતિહાસની સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ છે
મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી અને 1857ની રાજ્ય ક્રાંતિની બીજી શહીદ વીરાંગના હતી
લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસીમાં થયો હતો
લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મણિકર્ણિકા તાંબે હતું અને ઉપનામ મનુ હતું
તેણીના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ નેવાલકર સાથે થયા અને રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી બન્યા હતાં
18 જૂન, 1858ના રોજ ગ્વાલિયર નજીક કોટા સરાયમાં બ્રિટિશ સેના સામે લડતી વખતે રાણી લક્ષ્મીબાઈનું અવસાન થયું
ફર્રુખાબાદના નવાબના મહેલમાં રાણી લક્ષ્મીબાઈનું કલાત્મક ચિત્ર
1857 ના ભારતીય સ્વતંત્રતા યુદ્ધના શહીદોને સમર્પિત ભારતની ટપાલ ટિકિટ જેમાં લક્ષ્મીબાઈનું ચિત્ર છે
મહારાષ્ટ્રમાં આવેલા સોલાપુરમાં લક્ષ્મીબાઈની પ્રતિમા લગાવવામાં આવી છે