Jagannath Rath Yatra 2026: પુરી જગન્નાથ મંદિરના એવા રહસ્યો જે તમને વિચારતા કરી દેશે.
અપૂર્ણ મૂર્તિઓ: ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ લાકડાની અને હાથ-પગ વગરની છે જે ઈશ્વરની અસીમ લીલાનું પ્રતીક છે.
પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ: મંદિરની ટોચનો લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે.
રોજ બદલાતો ધ્વજ: એક પુજારી દરરોજ 45 માળ ઊંચા મંદિર પર કોઈપણ સુરક્ષા વિના ચઢીને ધ્વજ બદલે છે.
રહસ્યમયી સુદર્શન ચક્ર: પુરીમાં તમે ગમે ત્યાંથી જુઓ, મંદિરનું નીલચક્ર હંમેશા તમારી સામે જ હોય તેવું લાગે છે.
સમુદ્રના મોજાંનું મૌન: મંદિરના સિંહદ્વારમાં પ્રવેશતા જ સમુદ્રના મોજાંનો અવાજ જાદુઈ રીતે બંધ થઈ જાય છે.
નો-ફ્લાય ઝોન: જગન્નાથ મંદિર ઉપરથી કોઈ પક્ષી ઉડતું નથી કે કોઈ વિમાન કે હેલિકોપ્ટર પસાર થઈ શકતું નથી.
અનોખી રસોઈ: સૌથી ઉપરના ઘડાનો પ્રસાદ પહેલા પાકે છે અને નીચેના ઘડાનો છેલ્લે, જે વિજ્ઞાન માટે કોયડો છે.
ક્યારેય ઓછો ન પડતો પ્રસાદ: હજારો ભક્તો આવે તો પણ મહાપ્રસાદ ક્યારેય ઘટતો નથી કે બગાડ થતો નથી!