ઉત્તરી નેપાળના રસુવા જિલ્લામાં અચાનક આવેલી ભયાનક પૂરે ભારે તબાહી મચાવી.
તિબેટ તરફથી ભોટે કોશી નદીમાં ધસમસતું પાણી આવતાં સીમાવર્તી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું હતુ.
નેપાળ સેના અનુસાર પાણીનું સ્તર અચાનક વધવાથી તિમુરે અને સ્યાફ્રુબેસી વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે.
પૂરના પ્રચંડ પ્રવાહમાં અનેક પાકા મકાનો, વાહનો અને કિંમતી સામાન તણખલાની જેમ વહી ગયાં.
કુદરતના કહેર સામે લાચાર બનેલા લોકોના અનેક ઘરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
કસ્ટમ પરિસરમાં પાર્ક કરેલા અનેક વાહનો, માલસામાન અને તાજેતરમાં બનેલો પુલ પણ પૂરના વહેણમાં ધોવાઈ ગયો.
This browser does not support the video element.
.