બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી
નિક્કીએ આ ફોટોશૂટ માટે ડીપ સાઇડ-કટ અને બેકલેસ ડિઝાઇન વાળો ડિઝાઇનર રેડ ગાઉન પસંદ કર્યો છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
ગોલ્ડન અને લાઈટિંગ ઇફેક્ટ્સ વચ્ચે નિક્કીની કર્વી બોડી અને કાતિલ પોઝ આ ફોટોશૂટને એક અદ્ભુત સિનેમેટિક લુક આપી રહ્યા છે.
લુકને કમ્પ્લીટ કરવા માટે નિક્કીએ તેના વાળને સોફ્ટ કર્લ્સ સાથે ખુલ્લા રાખ્યા છે અને ગ્લેમરસ ગ્લોઈંગ મેકઅપ કર્યો છે, જે ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.
નિક્કી તંબોલીનો આ નવો અંદાજ જોતા જ ફેન્સ કમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી.
નિક્કી અવારનવાર પોતાના ગ્લેમરસ અને બોલ્ડ લુકના કારણે હેડલાઇન્સમાં રહે છે. સાઉથ સિનેમાથી કરિયરની શરૂઆત કરનાર નિક્કી આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.