Elon Musk-OpenAI વિવાદ વચ્ચે હવે APPLE કંપની એન્ટ્રી થઈ છે.
એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે કોલ્ડ વોર અટકવાનું નામ નથી લઇ રહ્યું, મસ્કે આ લડાઇમાં એપલ કંપનીને પણ ઢસેડવાા આવી.
ટેસ્લાના CEO એલોન મસ્કે એપલ પર ગંભીર આરોપ લગાવ્યા, એપલ સ્પર્ધા વિરોધી કામ કરી રહ્યું છે
અમેરિકામાં હાલ એપલ એપ સ્ટોરમાં મફત એપ્સ પર ટોપ શ્રેણીમાં ચેટજીપીટી છે,ગ્રોક પાંચમાં સ્થાને, અને ગુગલ જેમિની 57માં ક્રમે છે
એલોન મસ્કે લખ્યું, એપલ એપ સ્ટોરની પ્રણાલિના લીધે ઓપનએઆઈ સિવાય અન્ય કોઈ એઆઈ કંપની એપ સ્ટોરની ટોચ પર પહોંચી શકતી નથી
એલોન મસ્કે એપલ સામે કાયદાકિય લડાઇની જાહેરાત કરીને આરોપ લગાવ્યો, મસ્કના નિવેદન પાછળનું કારણ ચેટજીપીટી એપ સ્ટોરમાં ટોચ પર છે.
ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને મસ્ક પર પલટવાર કરતા જવાબ આપ્યો, વ્યક્તિગત લાભ માટે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાનો આરોપ લગાવ્યો
ઓલ્ટમેને એક આર્ટિકલ શેર કરીને સમજાવ્યું કે મસ્કે X ના અલ્ગોરિધમમાં કેવી રીતે ફેરફાર કર્યો છે