મિયાઝાકી કેરીનો જાદુ! એક કેરીની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો
ઓડિશાના મલકાનગિરીના ખેડૂતે દુર્લભ અને વિશ્વની સૌથી મોંઘી એવી 'મિયાઝાકી' કેરીની ખેતી કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો 3 લાખ રૂપિયા સુધીની કિંમતે વેચાતી આ કેરી તેના ઘેરા લાલ રંગ અને અદભૂત સ્વાદ માટે જાણીતી છે.
આ કેરીને 'ડાયનાસોરના ઈંડા' જેવી ઉપનામ આપવામાં આવે છે.
કેરીની ચોરીના થાય તો તે માટે ખેડૂત છેલ્લા કેટલાક દિવસોથી રાત-દિવસ ઝાડની નીચે જ રહીને તેની સુરક્ષા કરી રહ્યા છે.
પોતાની વર્ષોની મહેનતનું યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતે હવે સરકાર અને કૃષિ નિષ્ણાતો પાસે મદદ અને માર્ગદર્શનની અપીલ કરી છે.