ઓસ્ટ્રેલિયા સામે T20I સદી ફટકારનાર એકમાત્ર ભારતીય

ODI પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I શ્રેણી શરૂ થવા જઈ રહી છે. 29 ઓક્ટોબરથી બંને ટીમો વચ્ચે પાંચ T20I મેચ રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી T20I ના ઇતિહાસમાં, ટીમ ઈન્ડિયાના ફક્ત એક જ ખેલાડીએ સદી ફટકારી છે. જોકે, આ ખેલાડી છેલ્લે ભારત માટે રમ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયા સામે T20I માં સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ છે. રુતુરાજ ગાયકવાડે 2023 માં આ ઇનિંગ રમી હતી.

ઋતુરાજ ગાયકવાડે 2023 માં ગુવાહાટીમાં રમાયેલી T20I મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 57 બોલમાં અણનમ 123 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

બીજી બાજુ, ત્રણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ભારત સામે T20I માં સદી ફટકારી છે. આ ખેલાડીઓ શેન વોટસન, ગ્લેન મેક્સવેલ અને જો ઇંગિલ્સ છે

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home