ભારતના જાણીતા શહેરમાં છે પદ્મ પુરસ્કારોની 'ફેક્ટરી'
પદ્મ પુરસ્કાર ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ ભારત રત્ન પછી સર્વોચ્ચ નાગરિક સન્માન છે, તે પછી આવે છે પદ્મ ભૂષણ અને પદ્મશ્રી
ત્રણેય પદ્મ પુરસ્કાર મુખ્યત્વે કાંસ્યથી બનેલા છે. તેમના પર કોતરણી અને લેખ વ્હાઇટ ગોલ્ડથી કરવામાં આવે છે
પદ્મ પુરસ્કારો પશ્ચિમ બંગાળની ટંકશાળમાં બને છે. અહીં નાગરિક પુરસ્કારો સાથે મિલિટ્રી એવોર્ડ પણ બનાવાય છે
કોલકાતાના અલીપોરમાં સ્થિત ટંકશાળમાં પદ્મ પુરસ્કાર બનાવવામાં આવે છે
પદ્મ પુરસ્કારોની શરૂઆત 1954માં કરવામાં આવી હતી, ત્યારે પદ્મવિભૂષણ આપવામાં આવ્યું હતું, પરંતુ એક વર્ષ પછી તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
પદ્મ વિભૂષણની સાથે પદ્મ ભૂષણ અને પદ્મશ્રી આપવાની પરંપરા વર્ષ 1955થી શરૂ થઈ હતી