પાકિસ્તાનથી દરીયાઈ માર્ગ જોડાયેલ હોવાથી સુરક્ષા વધારાઈ
હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતર્ક
દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં સુરક્ષા સર્તક કરાઈ
Jamnagar Marine Police એ દરીયાઈ સીમાની સુરક્ષા વધારી
દરીયા કિનારે લેન્ડિંગ પોઈન્ટ તેમજ દરીયાઈ કિનારાના ગામોમાં સુરક્ષા જવાનો દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે
એલસીબી, એસઓજી, મરીન કમાન્ડો, હોમગાર્ડ સહિતના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ ગયા છે
સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં દરીયા કિનારા પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે