બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુરમાં મેઘરાજાએ મોડી રાતથી તાંડવ મચાવ્યો છે.
બસ સ્ટેન્ડ, અંબાજી હાઈવે, ગઠામણ પાટિયા, પાલનપુર-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.
ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો, રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી છે.
પાલનપુરમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા શાળાઓમાં રજા આપવામાં આવી છે.
મફતપુરામાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ઘરવખરી-સામાન પલળી જતાં નુકસાનની ભીતિ છે.
This browser does not support the video element.
શહેરમાં આવતા મુખ્ય માર્ગમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગઠામણ પાટિયા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો, બે કલાક સુધી વાહનચાલકો અટવાયા હતા.