ભારતીય કાયદા મુજબ ઘરે પેટ્રોલનો કેટલો જથ્થો રાખવાની મંજૂરી છે?
ભારતમાં પેટ્રોલિયમ એક્ટ1934 મુજબ ઘરમાં પેટ્રોલ સંગ્રહ કરવા માટે કડક કાયદાકીય મર્યાદા ક્કી કરવામાં આવી છે.
લાયસન્સ વગર કોઈપણ વ્યક્તિ પોતાના ઘરમાં વધુમાં વધુ 30 લિટર સુધી જ પેટ્રોલ રાખી શકે છે.
વધુ જથ્થો રાખવા માટે 'પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન' પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય છે.
સંગ્રહ કરવા માટે વપરાતા વાસણો અથવા કેન મજબૂત અને લીક-પ્રૂફ હોવા જોઈએ જેથી અકસ્માત ટાળી શકાય.
જો કોઈ વ્યક્તિ નિયમ કરતા વધુ પેટ્રોલ રાખતા પકડાય, તો તેને જેલની સજા અથવા ભારે દંડ થઈ શકે છે.
સુરક્ષાના કારણોસર રહેણાંક વિસ્તારોમાં વધુ પડતો જ્વલનશીલ પદાર્થ રાખવો એ જાહેર સલામતી માટે જોખમી છે.
કાયદા મુજબ પેટ્રોલને સુરક્ષિત અને ઠંડી જગ્યાએ રાખવું જોઈએ, જ્યાં આગ લાગવાની શક્યતા ન હોય.
ઈંધણની અછતની અફવાઓ સમયે લોકોમાં સંગ્રહખોરી વધતી હોય છે, પરંતુ તે કાયદેસર રીતે ગુનો બને છે.