દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને કરોડોની વિકાસની ભેટ આપી છે.
રૂપિયા 24 હજાર કરોડનાં વિકાસકાર્યોનું પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ થયું.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે વર્કશોપનું પણ નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોલિંગ સ્ટોક લોકોમોટિવ સેન્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું.
પીએમ મોદીએ વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપીને નવી રેલ સેવાની શરૂઆત કરી છે.
હવે દાહોદથી સીધા સોમનાથ દાદાના દર્શન માટે દરવાજા ખુલ્યા છે.
PM મોદીએ કહ્યું કે, ગુજરાતમાં 100 ટકા રેલવેનું વીજળીકરણ પૂર્ણ થયું છે.
વડાપ્રધાને કહ્યું કે, રેલવે અને મેટ્રોની ટેક્નોલોજી પણ ભારતમાં જ બનાવીએ છીએ.
PM મોદીએ કહ્યું કે, વિકસિત ભારતનાં નિર્માણ માટે જનજાતિય સમુદાયનો વિકાસ જરૂરી છે.
તેમણે કહ્યું કે, દુનિયાએ જે દાયકાઓથી નહોતું જોયું તે આપણી સેનાએ કરી બતાવ્યું
PM મોદીએ કહ્યું કે, સરહદ પાર 9 આતંકી ઠેકાણા માત્ર 22 મિનિટમાં ધ્વસ્ત કર્યા.