G7 Summit માં વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી વિશદ ચર્ચા-વિચારણા

વડાપ્રધાન મોદીએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સાથ આપવા બદલ મેક્સિકોનો આભાર માન્યો હતો

જર્મનીએ પણ આતંકવાદ વિરુદ્ધની લડતમાં ભારતને સહકાર આપવા ભાર મુક્યો હતો

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ ગ્લોબલ સાઉથનો અવાજ બનવા બદલ ભારતની પ્રશંસા કરી હતી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે PM મોદીની મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે વેપાર સહિત ગ્રીન હાઈડ્રોજન, જહાજ નિર્માણ, ટેક્નોલોજી અંગે ચર્ચા થઈ હતી

ભારત-જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરવા માટે PM મોદી અને PM શિગેરુ ઈશિબા વચ્ચે બેઠક યોજાઈ હતી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ વેપાર, રોકાણ, ટેક્નોલોજી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી

PM મોદી સાથે મુલાકાત બાદ ઈટાલીના મેલોનીએ જણાવ્યું હતું કે, ભારત અને ઈટાલીની મિત્રતા ઘણી ગાઢ છે

યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર સાથે દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ વેપાર અને વાણિજ્યના ક્ષેત્રોને આવરી લીધા હતા

યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર સાથે બેઠક કર્યા બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, PM મોદીએ કહ્યું કે EU પ્રમુખ સાથે સાર્થક ચર્ચા થઈ

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home