વડોદરા અને ભુજ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. 

'ઓપરેશન સિંદુર' બાદ અમદાવાદમાં પીએમ મોદીનો આ પહેલો રોડ શો હતો.

અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પીએમ મોદીના સ્વાગત માટે કલાકો પહેલાથી લોકો રોડ શોનાં રૂટની બંને બાજું ભેગા થયા હતા.

પીએમ નરેન્દ્ર મોદી આવતા જ લોકોએ પુષ્પવર્ષા કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

દરેક સમાજ, ધર્મનાં લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે પીએમ મોદીને આવકાર્યા હતા. 

'ઓપરેશન સિંદુર' ની સફળતા સહિતનાં વિવિધ બેનરો લઈને લોકો જોવા મળ્યા હતા. 

લોકોએ મોબાઇલમાં PM મોદીની તસવીરો લઈ યાદગાર અને ઐતિહાસિક ક્ષણને કેદ કરી હતી. 

અંદાજે 2 કિમીનો રોડ શો યોજાયો હતો, જેમાં 26 જેટલા સ્ટેજ તૈયાર કરાયા હતા.

સિંગતેલના ભાવમાં ફરીથી 20 રુપિયાનો વધારો ઝીંકાયો

રાજકોટના જસદણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ : શહેરમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ

Gujaratfirst.com Home