વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે આવ્યા છે.
મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા.
રોડ શો બાદ પીએમ મોદી 'સમુદ્રથી સમૃદ્ધિ' કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
અહીં પીએમ મોદીએ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી અને નિરીક્ષણ કર્યું હતું.
ત્યાર બાદ જવાહર મેદાને પીએમ નરેન્દ્ર મોદીએ સભા સંબોધિત કરી હતી.
CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા.
PM મોદીએ 'સ્વદેશી વસ્તુઓ' અપનાવવા અને 'આત્મનિર્ભર ભારત' પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં PM મોદીનું પોસ્ટર લઈને એક બાળક ઘણા સમયથી ઊભું હતું.
This browser does not support the video element.
બાળક પર PM મોદીનું ધ્યાન જતાં પોસ્ટર મંગાવ્યું હતું, આ જોઈ બાળક ભાવુક થયું હતું.