કચ્છનાં ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો.
ભુજનાં હિલવ્યુંથી સભા મંડપ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોડ શોનાં રૂટ પર વિવિધ ઝાંખીઓ, વિવિધ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
રોડ શોમાં માનવ મહેરાણ ઊમટ્યું હતું, વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ભવ્ય રોડ શો યોજ્યા બાદ પીએમ મોદીએ વિશાળ જનસભા સંબોધી હતી.
6 વિશાળ ડોમમાં 1 લાખ લોકો સમાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પીએમ મોદીએ ભુજથી રાજ્યને રૂ.53,414 કરોડનાં કુલ 33 વિકાસકામની ભેટ આપી છે.
કચ્છની ખમીરવંતી મહિલાઓએ PM મોદીને સિંદૂરનો છોડ આપ્યો હતો.
1971 નાં યુદ્ધમાં માધાપરની આ વીરાંગનાઓએ ભારતીય વાયુસેનાની મદદ કરી હતી.
બે દિવસમાં મહેનત કરીને એરસ્ટ્રીપ તૈયાર કરી, પછી વાયુસેનાએ પાક. સામે મોરચો સંભાળ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું હતું કે, નર્મદાનું પાણી જ્યારે કચ્છમાં પહોંચ્યું તે દિવસ દિવાળી જેવો હતો.
કચ્છી લોકોનાં ખમીરની પ્રશંસા કરતા કહ્યું કે, બાળકોને કચ્છનો 'ક' અને ખમીરનો 'ખ' ભણાવો.