PM નરેન્દ્ર મોદી 5 દિવસના વિદેશ પ્રવાસનાં પ્રથમ પડાવમાં સાયપ્રસ પહોંચ્યા છે.
સાયપ્રસમાં PM મોદીને સર્વોચ્ચ સન્માન 'Grand Cross of the Order of Makarios III' એનાયત કરાયું.
આ સર્વોચ્ચ સન્માન મેળવનાર ભારત 23 મો દેશ બન્યો છે.
આ પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ કહ્યું, આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
બંને દેશનાં વડા વચ્ચે વેપાર, રાજદ્વારી સંબંધો મજબૂત કરવા વાટાઘાટો પણ થઈ.
આ મુલાકાતથી સૌથી મહત્ત્વનાં પરિણામ વેપાર, ટેક, પર્યટન, રોકાણમાં જોવા મળશે.
This browser does not support the video element.
બે દાયકાથી વધુ સમય બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા સાયપ્રસની આ પહેલી મુલાકાત છે.
PM મોદી 15 થી 19 જૂન દરમિયાન સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેશે.
PM મોદી 16-17 જૂને કનાનાસ્કિસમાં G7 સમિટમાં ભાગ લેવા કેનેડા જશે.