PM મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતનો મહત્વનો દિવસ છે.
જકાર્તામાં PM મોદીએ ઐતિહાસિક હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી.
પ્રસિદ્ધ 'ધ મેજેસ્ટીક પ્રબાનાન' મંદિરમાં તેમણે વિશેષ પૂજા-અર્ચના કરી.
મંદિર પરિસરની ભવ્યતા નિહાળી PM મોદી મંત્રમુગ્ધ જોવા મળ્યા હતા.
PM મોદીએ હેલિકોપ્ટરમાંથી મંદિરના ભવ્ય દ્રશ્યો કેમેરામાં કેપ્ચર કર્યા હતા.
બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો વધુ મજબૂત બન્યા.
પ્રબાનાન મંદિર તેની અદભૂત વાસ્તુકળા માટે વિશ્વભરમાં જાણીતું છે.
આ મુલાકાત ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક છબીને વધુ ઉજાગર કરે છે.
વડાપ્રધાન મોદીએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી
કેપ્શનમાં લખ્યું, પ્રમ્બાનન મંદિર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સદીઓ જૂના બંધનને સુંદર રીતે જોડે છે.