This browser does not support the video element.
સુપોષિત અને તંદુરસ્ત બાળક તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે !!
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર "સુપોષિત સમાજ"નું નિર્માણ કરવા કટિબદ્ધ છે.
ચાલો, બાળકોના સમયસર પોષણ, કાળજી અને સારવાર દ્વારા સુપોષિત સમાજની નિર્માણ યાત્રામાં આપણે સહભાગી બનીએ.
આ પ્રસંગે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત બહેનોને અતિગંભીર કુપોષિત બાળકોને પ્રાથમિકતા આપવા સહિત તેમને યોગ્ય પોષણ મળી રહે તેવી તકેદારી રાખવા આહ્વાન કર્યું.
પોષણ સંગમ કાર્યક્રમ એક એવો સંગમ છે. જ્યાં બાળક, કિશોરીઓ અને માતાઓના સર્વાંગી વિકાસ માટે જ્યારે માતા માતૃત્વ ધારણ કરે ત્યારથી બાળજન્મ સુધી તેમજ બાળકથી લઈ કિશોરાવસ્થા સુધી પોષણનો વિકાસ થાય તેવી તકેદારી રાખવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન એવા "પોષણ સંગમ" (C-MAM/EGF) કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો
મને આશા અને પૂર્ણ વિશ્વાસ છે કે આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના આ અભિયાનમાં "પોષણ સંગમ" કાર્યક્રમ નિશ્ચિતપણે માઈલસ્ટોન સિદ્ધ થશે.