રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું બે દિવસની મુલાકાત માટે ભારતમાં આગમન
PM મોદીએ દિલ્હી એરપોર્ટ પર ખુદ તેમનું સ્વાગત કર્યું અને ગળે મળીને ગરમાજોશીભર્યું અભિવાદન કર્યું.
બંને દિગ્ગજ નેતાઓ એરપોર્ટ પરથી એક જ કારમાં બેસીને સીધા PM મોદીના સરકારી આવાસ માટે રવાના થયા.
PM મોદીએ પુતિનનું તેમના સરકારી આવાસ 7, લોક કલ્યાણ માર્ગ પર ખાસ અંદાજમાં સ્વાગત કર્યું.
PM આવાસ પર બંને નેતાઓ હળવાશમાં અનૌપચારિક વાતચીત કરતા અને હાસ્યના ઠહાકા લગાવતા જોવા મળ્યા.
વડાપ્રધાન મોદીએ પુતિન માટે ખાસ ડિનરનું આયોજન કર્યું, જે પુતિને ગયા વર્ષે મોસ્કોમાં મોદી માટે કરેલી મેજબાનીની યાદ અપાવે છે.
PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રશિયન ભાષામાં ગીતાની એક કોપી ભેટમાં આપી, જેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી.