રાજ્યમાં વિવિધ વિસ્તારમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 

હવામાન વિભાગની આગાહી બાદ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે ગાજવીજ સાથે વસસાદ પડ્યો છે. 

ગાંધીનગરનાં દહેગામ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. 

દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. 

પંચમહાલ જિલ્લામાં હાલોલ, કાલોલ, ગોધરા સહિતનાં ગ્રામીણ વિસ્તારોમાં માવઠાનું આગમન થયું છે. 

ભરૂચમાં અચાનક વાતાવરણમાં પલટો થતાં મહાત્મા ગાંધી રોડ પર મકાનોનાં પતરા ઉડ્યા હતા. 

વડોદરામાં પણ ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરી ઉડી હતી અને વરસાદ પડ્યો હતો.

રાજકોટમાં હીંગોળગઢ, અમરાપુર, લાલાવદર, જસદણ અને વિંછીયામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. 

ભાવનગરમાં પણ કમોસમી વરસાદનું આગમન થતાં લોકોને આકરી ગરમીથી રાહત મળી છે.

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home