This browser does not support the video element.
રાજ્યમાં સવારથી 112 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
નર્મદાના નાંદોદમાં સૌથી વધુ 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની માહિતી છે.
તિલકવાડા અને દાહોદમાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાતા ઠેર-ઠેર પાણી ભરાયા છે.
વલસાડનાં વાપી અને છોટા ઉદેપુરનાં પાવી જેતપુરમાં 6-6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
ઉપરાંત, ગરૂડેશ્વર, બારડોલી અને વ્યારામાં પણ 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
મોરવા હડફ, પારડી, સંખેડા, ડેડીયાપાડામાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
હાલોલ, ધરમપુર, ખેરગામ, નેત્રંગ, મોડાસા, ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.
માંડવી, બોડેલી, મહુવા, લીમખેડા, જેલી, જાંબુઘોડા, સિંગવડ, સુરત શહેરમાં 3 ઇંચ વરસાદ થયો છે.