ગુજરાતમાં આગાહી વચ્ચે આજે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે.
This browser does not support the video element.
રાજ્યનાં 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદ-પૂર અંગે SEOC ની બેઠક યોજાઈ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ, મહેસાણામાં રેડ એલર્ટ છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને NDRF અને SDRF પણ સજ્જ છે.
NDRF ની 12 અને SDRF ની 20 ટીમ વિવિધ જિલ્લાઓમાં ડિપ્લોય કરાઈ છે.
આજે અમદાવાદ, પાટણ, ગીર, બનાસકાંઠા, સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે.
સરકારે વરસાદ અંગે સમીક્ષા બેઠક કરી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.