રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહીમામ પોકારી રહ્યા હતા. 

આજે રાજ્યનાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત થઈ છે. 

બીજી તરફ જગતનાં તાતની ચિંતા વધી છે. કેરી, જુવાર, બાજરી સહિતનાં પાકને નુકસાનની ભીતિ છે. 

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, ખેડા સહિતનાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.  

જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, ગીર સોમનાથમાં પણ એલર્ટ જાહેર કરાયું છે.

વીજળીનાં કડાકા-ભડાકા સાથે 62 થી 87 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાવાની આગાહી છે.

જ્યારે, રાજ્યનાં અન્ય વિસ્તારોમાં પણ યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. 

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home