વડોદરા રેલવે સ્ટેશન પરથી દુર્લભ પ્રજાતિનાં સસલા અને ઉંદર જપ્ત કરાયા છે. 

હાવડાથી ટ્રેન મારફતે મોટી સંખ્યામાં દુર્લભ પ્રજાતિનાં સસલા અને ઉંદર લઈ જવાઈ રહ્યા હતા.

માહિતી અનુસાર, આ સસલા અને ઉંદરનાં જથ્થાને જામનગર ખાતે લઈ જવાઈ રહ્યા હતા. 

જો કે, વડોદરા રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં તપાસ કરતા દુર્લભ પ્રજાતિનાં સસલા અને ઉંદર જથ્થો મળી આવ્યો હતો. 

ખૂબ જ નાના બોક્સમાં ખીચોખીચ સસલા અને ઊંદરને રાખવામાં આવ્યા હતા. 

કેટલાક સસલા અને ઉંદર મૃત હાલતમાં પણ મળી આવ્યા હોવાની માહિતી છે. 

આ સમગ્ર મામલે જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી છે.

દુર્લભ પ્રજાતિનાં સસલા અને ઉંદર તસ્કરી કરાતી હતી કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. 

દુનિયામાં ઈંધણ માટે હાહાકાર! પાડોશી દેશોમાં 5 લિટરની લિમિટ, ભારતે શું પગલા લેવા ઈજોઈએ?

આલિયા ભટ્ટની ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય: કાન્સ 2026 બાદ એક્ટ્રેસે શેર કર્યું પોતાનું ખાસ 'ઘી સ્નેક'

કાન્સ 2026માં Tara Sutaria નો કિલર લુક, બ્લેક આઉટફીટમાં લાગી ગોર્જિયસ

Gujaratfirst.com Home