અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે વાદળી હળદર.

શું તમે જાણો છો કે ભારતમાં દુર્લભ પ્રકારની હળદર ઉગે છે, જે પીળો નહી, પરંતુ વાદળી રંગની હોય છે?

આ વાદળી હળદર મુખ્યત્વે ભારતમાં અને દક્ષિણપૂર્વ એશિયાના વિસ્તારોમાં જોવા મળે છે.

તેમાં કર્ક્યુમિન ખૂબ ઓછું હોય છે, પરંતુ તે કપૂર અને વિવિધ આવશ્યક તેલથી ભરપૂર હોય છે. 

સ્વાદ કડવો અને કપૂર જેવી તીવ્ર ગંધ હોય છે. તેનો ઉપયોગ રસોઈમાં નહીં, પરંતુ આયુર્વેદ અને ઘરેલું ઉપચારમાં થાય છે.

સાંધાના દુખાવા, સ્નાયુઓની જડતા અથવા ઈજાના દુખાવામાં નોંધપાત્ર રાહત આપે છે. બળતરા ઘટાડવામાં પણ અસરકારક છે.

તેમાં જંતુ વિરોધી ગુણધર્મો છે, જે ચેપને દૂર રાખવામાં અને ઘાને મટાડવામાં મદદ કરે છે.

પરંપરાગત દવામાં તેનો ઉપયોગ ઉધરસ, અસ્થમા અને છાતીમાં કફ જેવી સમસ્યાઓ માટે થાય છે .

પાચનમાં સુધારો, ગેસમાં રાહત આપે છે. ખંજવાળ, ફોલ્લીઓ અને નાના ઘા પર ફાયદાકારક છે.

સગર્ભા સ્ત્રીઓ અને અમુક બીમારીઓથી પીડાતા લોકોએ તબીબી સલાહથી જ ઉપયોગ કરવો જોઈએ.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો? જાણો સરકારનો ખુલાસો

વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રી ક્યારે છે? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

રાત્રે વોકિંગ: જમ્યા પછી ૧૦૦ ડગલાં ચાલવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે?

Gujaratfirst.com Home