અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે.
જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને ખાસ હેરિટેજ લુક આપવામાં આવશે.
રથયાત્રા પહેલા ફેઝ 1 નું કામ પૂર્ણ કરાશે, જેમાં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે.
જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે.
અંદાજિત રૂપિયા 19.59 કરોડથી વધુ રકમ આ હેરિટેજ લુક પાછળ ખર્ચ કરવામાં આવશે.
હેરિટેજ લુક માટે રાજસ્થાનનાં ગ્રેનાઈટ તેમ જ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ ટેબલટોપ, હેંગિંગ લાઇટ અને કલ્પચર પણ તૈયાર કરવામાં આવશે.