અમદાવાદમાં ભગવાન જગન્નાથની  148 મી ભવ્ય રથયાત્રા 11 જૂને યોજાશે.

રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સુરક્ષાનો મુદ્દો પડકારજનક હોય છે.

હવે ગુજરાત પોલીસ નાસભાગ જેવી પરિસ્થિતિને ટાળવા માટે ડ્રોન, AI સહિતની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

આ ટેક્નોલોજી હેઠળ 'હેડ કાઉન્ટ અલ્ગોરિધમ' નો ઉપયોગ કરીને સંદર્ભ ક્ષેત્ર, ભીડની ગતિવિધિ પર નજર રાખશે.

ભીડ નિયંત્રણ માટે CCTV કેમેરા પર AI આધારિત 'એન્ટી સ્ટેમ્પેડ અલ્ગોરિધમ્સ' નો ઉપયોગ એ ક્રાઇમ બ્રાન્ચનો નવતર અભિગમ છે. 

આ અલ્ગોરિધમ્સ ગીચ વિસ્તારોમાં વણસી રહેલ સ્થિતિને અટકાવવા AI-ઇમેજ પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે. 

AI-સંચાલિત CCTV કેમેરા રીઅલ-ટાઇમમાં વીડિયો સ્ટ્રીમ્સનું સતત વિશ્લેષણ કરે છે

લોકોની ગણતરી કરવા માટે છબીઓને કાળા-સફેદમાં રૂપાંતરિત કરી 'black pixels' નું કાઉન્ટિંગ કરે છે.

માથા અને ધડનાં માધ્યમથી લોકોની ઓળખ કરવા માટે 'મશીન લર્નિંગ મોડેલ્સ' નો પણ ઉપયોગ કરાશે.

આ અલ્ગોરિધમ્સ ભીડનાં વ્યવહારની ઓળખ કરે છે, જેમાં ગતિ, આક્રમક હલનચલન સામેલ છે.

This browser does not support the video element.

સંભવિત ભાગદોડનું જોખમ જણાતા સિસ્ટમ LCD ડિસ્પ્લે, GSM સહિત અન્ય સંચાર માધ્યમો થકી તાત્કાલિક ચેતવણી મોકલે છે.

આ ટેક્નોલોજીનાં ઉપયોગથી સલામતીમાં સુધારો, સુરક્ષાકર્મીઓની યોગ્ય તૈનાતી, ભવિષ્ય માટે એકત્રિત ડેટાનાં વિશ્લેષણમાં મદદ મળશે.

હવામાનનાં કારણે ચોક્કસ ગણતરી, સિસ્ટમનો ખર્ચ, વ્યક્તિગત ગોપનીયતા, ડેટાનો સંભવિત દુરુપયોગ આના પડકાર છે. 

આ ટેકનોલોજીનો ઉપયોગ ધાર્મિક મેળા, રાજકીય સભાઓ, સ્ટેડિયમ, મોલ, રેલવે સ્ટેશન જેવી જગ્યાઓ માટે કરવામાં આવશે.

Vijay Rupani Funeral : વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, વરસાદમાં ચોધાર આંસુએ રડ્યું રાજકોટ!

Vijay Rupani Funeral : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સાંસદ, MLAs એ આપી શ્રદ્ધાંજલિ

જામનગરમાં સરકારી જમીન પર ઉભું કરાયેલું ધાર્મિક દબાણ કર્યું દૂર

Gujaratfirst.com Home