સૈફ અલી ખાન પર હુમલો થતાં રવીના ગુસ્સે
રવીના ગુસ્સે થઈ
અડધી રાત્રે સૈફ અલી ખાન પર હુમલો થતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ચિંતાનું વાતાવરણ, એક્ટર પર છ વખત છરી વડે હુમલો થયો હતો.
સૈફ બાન્દ્રમાં તેમના પરિવાર સાથે રહે છે, આ એરિયામાં રવિના ટંડન, સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટીના ઘર છે. સિક્યુરિટીની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી માનવામાં આવે છે.
આ બેદરકારીને લઈને રવિના ટંડને નારાજગી વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે સેલિબ્રિટી સોફ્ટ ટાર્ગેટ છે.
રવિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને સૈફ અલી ખાનના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી અને સુરક્ષા સામે પ્રશ્નો ઉઠાવ્યા.
રવિનાએ લખ્યું કે, સુરક્ષિત વિસ્તારમાં સેલિબ્રિટીને ટાર્ગેટ કરવા સામાન્ય વાત થઈ ગઈ છે.
બાન્દ્રામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે. જેમ કે, એક્સિડન્ટ સ્કેમ, ફેરિ કરતા માફિયા, ભૂમાફિયાઓ જેવા અપરાધો.
ફોન અને ગળામાં પહેરલ ચેન ખેંચી જનારા આરોપીઓની અત્યારે બોલબાલા છે, જેના માટે સુરક્ષા ગોઠવાય તે આવશ્યક છે. સૈફ જલ્દી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું.
રવીના પણ પોતાના પરિવાર સાથે બાન્દ્રામાં સી-ફેસિંગ બંગલો ‘નિલાયા’માં રહે છે. થોડા મહિના પહેલા તે પણ મોબ એટેકનો શિકાર બની હતી.
જો વાત કરવામાં આવે સૈફની તો ડૉક્ટરે હેલ્થ અપડેટમાં જણાવ્યું કે, તેમની સર્જરી સક્સેસફુલ રહી છે, તેમણે રિક્વર કરી રહ્યા છે. હાલમાં તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.