ઋષિ પંચમી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે ઉજવવામાં આવે છે
આ તહેવાર પર સપ્ત ઋષિઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે
આ વ્રત જાણે-અજાણેતાં કરેલા પાપોથી મુક્તિ આપે છે
ગૃહિણીઓ ખાસ કરીને બાળકોની સલામતિ અને લગ્નજીવનની ખુશી માટે ઋષિ પંચમીનું વ્રત કરે છે
આ વર્ષે ઋષિ પંચમી 28 ઓગસ્ટની સાંજે 5:56 કલાકે સમાપ્ત થશે
આજે ઋષિ પંચમીમાં પૂજનનો સમય સવારે 11.05 કલાકથી બપોરે 01.28 કલાક સુધી છે
ઋષિ પંચમીને દિવસે સામો ખાવાની પ્રથા હોવાથી તેને સામા પાંચમ તરીકે પણ ઓળખાય છે