Salangpur Temple : હનુમાનજીનો દિવ્ય અન્નકૂટ અને પર્ણકુટીનો શણગાર, જુઓ ફોટા
સાળંગપુરધામમાં અધિક જેઠ માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા અને આબેહૂબ પર્ણકુટીની ઝાંખીના શણગાર કરવામાં આવ્યા.
કમલા એકાદશીના પવિત્ર અવસરે દાદાને કેરી અને છપ્પન ભોગ અન્નકૂટનો દિવ્ય ધરાવ અર્પણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી.
મંદિરના પટાંગણમાં પવિત્ર અધિક માસ દરમિયાન કૌટુંબિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સાંજના સમયે શ્રીકષ્ટભંજનદેવનું દિવ્ય રાજોપચાર પૂજન અને 1008 નામની વિશેષ અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તો ઘરે બેસીને લાઈવ દર્શનનો લાભ લઈ શકે છે અને દાદાની પૂજા-અર્ચનામાં ભાવપૂર્વક જોડાઈને આશીર્વાદ મેળવી શકે છે.