સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દિવ્ય શણગારના કરો દર્શન

 

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવને ભવ્ય એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા.

હનુમાન દાદાના સિંહાસન સમક્ષ 200 કિલો શુદ્ધ સુખડીનો દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

રવિવાર નિમિત્તે સવારે 5:45 કલાકે મંદિરના પૂજારી સ્વામીએ દાદાની મંગલ શણગાર આરતી ઉતારી હતી.

હનુમાનજી દાદાના સુવર્ણ સિંહાસનને ગલગોટા અને ગુલાબના ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું.

મંદિરના વિશાળ પરિસરમાં હરિભક્તોના કલ્યાણ અર્થે પવિત્ર મારુતિ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

અલૌકિક અને દિવ્ય દર્શનનો લહાવો લેવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા.

મંદિર પરિસર "શ્રી કષ્ટભંજનદેવની જય" ના ગગનભેદી નારાઓ સાથે ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું.

વડતાલધામ સંચાલિત આ મંદિરના દિવ્ય શણગારના દર્શન કરીને દેશ-વિદેશના તમામ ભક્તો ધન્ય બન્યા.

Sanand માં 30 હજાર રોપાનું મેગા પ્લાન્ટેશન, ગ્રીન ડ્રાઈવ સફળ

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Gujaratfirst.com Home