પવિત્ર અધિક જેઠ માસ નિમિતે સાળંગપુરમાં વિશેષ આયોજન કરાયું.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા ધરાવવામાં આવ્યા.

ઓર્કિડના ફૂલોનો ઉપયોગ કરીને દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો.

વહેલી સવારે કષ્ટભંજન દેવની આરતી ઉતારવામાં આવી હતી.

મંદિર પરિસરમાં સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન રાજોપચાર પૂજનનું આયોજન કરાયું.

પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 15 જૂન સુધી મંદિર પટાંગણમાં યજ્ઞનું ખાસ આયોજન કરાયું છે.

ભક્તો સવારે અને સાંજના નિર્ધારિત સમયે યજ્ઞનો લાભ લઈ રહ્યા છે.

મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરીને ધન્યતા મેળવી.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home