સાળંગપુર ધામમાં પૂનમની ખાસ ઉજવણી
પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાનો અલૌકિક શણગાર કરાયો.
દાદાને વિશેષ રૂપે જરદોશી અને એમ્બ્રોઈડરી વર્કના આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા.
પવિત્ર અવસરે દાદાને રિયલ ડાયમંડનો મુકુટ અને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ અર્પણ કરાયો.
મંદિરમાં સફેદ ગુલાબના ફૂલોની મદદથી દાદાનો અલૌકિક 'શિવ સ્વરૂપ' શણગાર કરવામાં આવ્યો.
દાદાના લલાટ પર ભગવાન શિવનું પ્રતીક એવું 'ત્રિપુન્ડ' પણ બનાવવામાં આવ્યું.
મંદિર પરિસરમાં હિમાલય અને બરફાચ્છાદિત પહાડોની સુંદર પ્રતિકૃતિ જેવો દિવ્ય માહોલ સર્જાયો.
પૂજારી સ્વામીએ મંગળા આરતી અને કોઠારી સ્વામીએ શણગાર આરતી ઉતારી હતી.
પૂનમના પવિત્ર દિવસે દાદાના દિવ્ય દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા.
સાંજે મંદિર પરિસરમાં ભવ્ય રાજોપચાર પૂજનનું વિશેષ આયોજન કરાયું છે.