22 મે 2026ના રોજ શ્રીકષ્ટભંજન દેવના કરો દિવ્ય દર્શન
સાળંગપુરધામમાં પવિત્ર 'અધિક જેઠ માસ' નિમિત્તે વિશેષ આયોજન કરાયું
કષ્ટભંજનદેવ દાદાને સૂર્યનારાયણદેવની વિશેષ થીમ આધારિત અલૌકિક અને દિવ્ય શણગાર કરાયો
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આયોજન
હનુમાનજી દાદાને સફરજન, મોસંબી, કેળા અને ચીકુ સહિતના વિવિધ ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો
શુક્રવારે વહેલી સવારે 5:45 કલાકે મંદિરના પૂજારી સ્વામીએ દાદાની ભવ્ય શણગાર આરતી કરી
મંદિરના પટાંગણમાં તા.17 મે થી 15 જૂન 2026 સુધી પવિત્ર શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરાયું
મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય અલૌકિક રૂપના દર્શન કર્યા
પુરુષોત્તમ માસ નિમિત્તે મંદિરે ભક્તોનો ધસારો.