લાખો પુષ્પોથી મહેકી ઉઠ્યું કષ્ટભંજનદેવનું સિંહાસન
સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો વિશેષ શણગાર અને ચાંદીના વાઘા ધરાવાયા
અમાસ અને શનિવાર નિમિત્તે દાદાને આકર્ષક મયૂરાકાર મુગટ પહેરાવવામાં આવ્યો
હનુમાનજી દાદાના સિંહાસનને લાખોના ફૂલોથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું
ગુલાબના ફૂલોની દિવ્ય સુગંધથી આખું મંદિર પરિસર મહેકી ઉઠ્યું હતું
વહેલી સવારે 5:30 કલાકે દાદાની મંગળા આરતી કરવામાં આવી
સવારે 7 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ શણગાર આરતી ઉતારી
પવિત્ર અવસર પર મંદિરના પટાંગણમાં ભવ્ય મારુતિયજ્ઞનું આયોજન કરાયું
શનિ અમાસ હોવાથી વહેલી સવારથી હજારો હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા