પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તણાવને કારણે નિર્ણય લીધો છે
આ કોન્સર્ટ આગામી 10 એપ્રિલે મુંબઈના (મહાલક્ષ્મી રેસકોર્સ) માં યોજાવાનો હતો
15 એપ્રિલે દિલ્હી (જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ) ખાતે પર્ફોર્મન્સ નક્કી કરવામાં આવ્યું હતું.
આયોજકોએ જણાવ્યું છે કે પ્રશંસકો, કલાકાર અને પ્રોડક્શન ટીમની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે
જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને પૂરેપૂરી રકમ પરત કરવામાં આવશે.
હાલમાં કોન્સર્ટ માટે નવી કોઈ તારીખો જાહેર કરવામાં આવી નથી.
આયોજકો શકીરાની ટીમ સાથે ચર્ચા કરીને ટૂંક સમયમાં નવી તારીખોની જાણ કરશે.
શકીરાનો આ કાર્યક્રમ 'ફીડિંગ ઈન્ડિયા' અંતર્ગત યોજાવાનો હતો