એક્ટ્રેસ શિવાંગી જોશીએ તેની બહેન શીતલના લગ્નની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી
લગ્નની વિધિઓ દરમિયાન શિવાંગી પોતાના પિતાને ગળે લગાવીને ખૂબ જ ઇમોશનલ થતી જોવા મળી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફોટોઝ શેર કરતા શિવાંગીએ લખ્યું કે, "આ એક એવો દિવસ છે જેને અમારું હૃદય કાયમ સાચવીને રાખશે. પ્રેમ, આંસુ અને અગણિત યાદો."
બહેનના લગ્ન માટે શિવાંગીએ સુંદર ગુલાબી રંગનો લહેંગો પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.
શિવાંગીની બહેન શીતલ લાલ રંગના લગ્નના ડ્રેસમાં અત્યંત સુંદર દેખાઈ રહી હતી. બંને બહેનો વચ્ચેનો અતૂટ પ્રેમ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે..
શિવાંગીએ શેર કરેલી તસવીરોમાં 'જૂતા છુપાવવાની' વિધિ અને લગ્નની અન્ય ધાર્મિક વિધિઓની મનોરંજક ઝલક જોવા મળી હતી.
એક્ટ્રેસે જણાવ્યું કે આખો પ્રસંગ એક સપના સમાન હતો અને તેમનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું છે. ચાહકો પણ આ ફોટા પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
શિવાંગીએ 2013માં કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ તેને અસલી ઓળખ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની નાયરા તરીકે મળી છે. આજે તે ટેલિવિઝનની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.