ખેડામાં માસૂમ સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર

ખેતરમાં ગયેલી દીકરી નો એકલતાનો લાભ લઇ પુનાજ ગામના રણજીતભાઈ મેલાભાઈ તળપદા તથા કિરણભાઈ લક્ષ્મણભાઈ તળપદા પોતાની હવસનો ભોગ બનાવી.

સગીરવયની દીકરીને પેટમાં અવારનવાર દુખાવો થતા પરિવારજનો દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવી. 

ખેડામાં માસૂમ સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

ગર્ભપાત કરાવ્યા બાદ દીકરીના માતા-પિતા દ્વારા લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા સમગ્ર મામલે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મના બે આરોપીઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

તપાસ અધિકારી વી.આર.બાજપાઈએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરનાર ડોક્ટરને પણ પકડવાનાં ચક્રોગતિમાન કર્યા છે. ડોક્ટરની ધરપકડ થયા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. 

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home