ગુજરાતની 15 શાળાઓએ "સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગ" માં રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું.
વિજેતા દરેક શાળાને પ્રમાણપત્ર સાથે પર્યાવરણીય પ્રવૃત્તિઓ માટે 1લાખનું વિશેષ ફંડ મળશે.
રાજ્યની 44 હજારથી વધુ શાળાઓએ આ કાર્યક્રમમાં જોડાઈને સફળતાપૂર્વક સ્વ-મૂલ્યાંકન કર્યું છે.
પસંદગી સ્વચ્છતા, હરિયાળી, ઊર્જા સંરક્ષણ અને ઈકો-ક્લબ જેવા કડક માપદંડોના આધારે થઈ છે.
પસંદગી પ્રક્રિયા જિલ્લા અને રાજ્ય કક્ષાની સમિતિઓ દ્વારા ક્રોસ વેરિફિકેશન દ્વારા પારદર્શક રીતે પૂર્ણ થઈ.