સાબરકાંઠાના ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ગંભીર અકસ્માત
ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો, 6 ના મોત 6 ઘાયલ
ઘટના સ્થળે ચારના મોત, સારવાર દરમિયાન 2 ના મોત તો 6 લોકો ઘાયલ થયા ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
અંબાજી વડોદરા એસટી બસ,જીપ અને બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો
છ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલમાં અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડાયા. અકસ્માતની જાણ થતા ખેરોજ પોલીસ સ્થળ પર પહોચી કાર્યવાહી શરુ કરી
આ બાબતે હિંમતનગર સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ ને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો તો એક બાળકીને અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ.
ત્રિપલ અકસ્માતમાં અનેક લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના pi, ખેરોજ પોલીસ અકસ્માત સ્થળ પર ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી