સોમવારના વ્રતની સાથે ભગવાન શિવના આશીર્વાદ માટે આ રંગના પોશાક પહેરો.
સફેદ રંગ
મહાદેવની પૂજામાં શ્વેત રંગનું મહત્વ છે, સોમવાર ચંદ્ર સાથે સંકળાયેલો છે, સફેદ રંગ માનસિક શાંતિ, સકારાત્મક ઉર્જા લાવે છે.
લીલો રંગ
લીલો રંગ ભગવાન શિવનો પ્રિય રંગ માનવામાં આવે છે. લીલો રંગ સંવાદિતા અને વેપાર-ધંધામાં વૃદ્ધિ લાવે છે.
પીળો રંગ
પીળો રંગ આંતરિક શક્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે, તેને શુભ માનવામાં આવે છે. સોમવારે ઉપવાસ દરમિયાન તમે પીળા કપડાં પહેરવા.
નારંગી અથવા કેસરી રંગ
આ રંગને ઉર્જા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. સોમવારે તેને પહેરવું શુભ માનવામાં આવે છે.
આછો વાદળી/આસમાની કલર
સોમવારના ઉપવાસમાં તમે આ રંગના કપડાં પહેરી શકો છો. તે મનને શાંત કરે છે અને મનની સ્થિર સ્થિતિ જાળવવામાં મદદ કરે છે.
આછો ગુલાબી
ભોલેનાથની પૂજા કરતી વખતે તમે ગુલાબી રંગના કપડાં પણ પહેરી શકો છો.
સોમવારના ઉપવાસમાં કયા રંગના કપડાં ન પહેરવા જોઈએ? તે જાણીએ
કાળો રંગ
ભગવાન શિવની પૂજામાં કાળો રંગ અશુભ માનવામાં આવે છે. તેમાં આસુરી ઉર્જા હોય છે, તેથી તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
ઘેરો વાદળી
આ રંગ રાહુ અને શનિ સાથે સંકળાયેલો છે અને કુંવારી કન્યાઓ માટે અશુભ માનવામાં આવે છે.