ડાયાબિટીસના દર્દીઓ માટે સ્ટીવિયા કેટલું ફાયદાકારક? જાણો ઉપયોગ કરવાની સાચી રીત
સ્ટીવિયા (Stevia) એક કુદરતી સ્વીટનર છે, જે છોડમાંથી મળે છે અને ખાંડની સરખામણીએ અનેક ગણું મીઠું હોય છે.
સ્ટીવિયામાંથી બનાવેલું શુદ્ધ સ્વીટનર સામાન્ય રીતે બ્લડ શુગર (Blood Sugar) વધારતું નથી, તેથી ખાંડના વિકલ્પ તરીકે ઉપયોગી બની શકે છે.
ખાંડને બદલે ચા, કોફી, દહીં અને અન્ય ખાદ્યપદાર્થોમાં સ્ટીવિયા સ્વીટનરનો મર્યાદિત ઉપયોગ કરી શકાય છે.
સ્ટીવિયામાં કેલરી ખૂબ ઓછી અથવા શૂન્ય હોવાથી ખાંડના સ્થાને તેનો ઉપયોગ કુલ કેલરી ઘટાડવામાં મદદ કરી શકે છે.
ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાગૃતિ માટે છે; ડાયાબિટીસની સારવાર કે દવામાં ફેરફાર કરતાં પહેલાં તબીબી સલાહ લો. ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતું નથી.