સુરતમાં 19 વર્ષીય મોડલ યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

પોલીસ તપાસમાં મૃતક યુવતી મધ્યપ્રદેશની સુખપ્રીત કૌર હોવાનું જાણવા મળ્યું છે.

ટેક્સટાઇલનાં વેપારીઓનું મોડલિંગ શૂટ કરવા 4 દિવસ પહેલા યુવતી સુરત આવી હતી.

ઘટનાની જાણ થતાં યુવતીનો પરિવાર સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક સુખપ્રીત અભ્યાસ સાથે મોડલિંગનું કામ કરતી હતી.

આપઘાતના એક દિવસ પહેલા જ વીડિયો કોલ પર પરિવાર સાથે વાત કરી હતી.

સુખપ્રીતને કામનું જે વળતર મળતું તે દિલ્હીનો યુવક લઈ લેતો હોવાની પરિવારને આશંકા છે.

સુખપ્રીત લિવ-ઇનમાં રહેતી હતી કે કેમ ? સાથી યુવતીઓની પૂછપરછ સહિતની કાર્યવાહી પોલીસે આદરી છે.

સુખપ્રીત કૌરે કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે સારોલી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

WTCની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય

વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈચારો જોવા મળ્યો

Ahmedabad Plane Crash : દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 'ચમત્કાર' નો Video વાઇરલ! તબીબ, પોલીસ સહિતની ટીમો ખડેપગે

Gujaratfirst.com Home